ABOUT US

Who we are and What we do.

સંશય એ વાતમાં જરાય નહીં,
શ્રીકૃષ્ણ વિના તરાય જ નહીં.
હું પૂર્વી ભીમાણી વર્ષ 2006 થી કાઉન્સિલિંગ ક્ષેત્રે યોગદાન આપી રહી છું. આમ તો વિશ્વ વિજ્ઞાન અનુસાર દરેક વ્યક્તિ તેના જન્મ સાથે જ ભવિષ્યના કાર્યક્ષેત્ર માટે ની જરૂરિયાત એવા સંસ્કાર અને સમજ સાથે લઈને જ આવે છે, શિક્ષણ તો માત્ર તે વાતને ધીમે ધીમે સમજાવે છે અને તે મુજબ તૈયાર કરે છે. આને આપણું જીવન ને થોડુ સરળ કરે છે.
બાળક એટલે વિદ્યાર્થી તરીકે સાહસી,રમુજી અને દયાળુ સ્વભાવ સાથે અને સતત કામ કરવાના શોખ ના કારણે મને જુદા જુદા ક્ષેત્રે કામ કરવાનો અવસર મળ્યો. શાળામાં બહાર આંબલી, કેરી વેચવાવાળાને લંચબોક્સ આપવો, વડીલોની સેવા કરવી અને ખોટા કામ કરનારા સજા આપવી તે ઉપરાંત પ્રવાસમાં બધા જમી લે પછી અંતે જે હોય તેમાં જમવામાં આનંદ લેવો એ સ્વભાવ સાથે હું મોટી થઈ, ભણવામાં ખૂબ જ સામાન્ય અને અતિશય રમતીયાળ હું – ત્યારે પણ સોલ્યુશન પ્રોવાઇડર હતી અને આજે પણ સોલ્યુશન પ્રોવાઇડર છું. સમસ્યામાં અનેક ઉકેલ શોધવાની આદતથી “માસ્ટર-કી” નું ઉપનામ મળ્યું છે.

નાનપણ એ મીઠું ગાંડપણ કહેવાય:
ધોરણ ત્રણમાં હું મોટી થઈને શું બનીશ ના જવાબમાં હું મોટી થઈને પતંગિયુ બનીશ. અનેક જગ્યાએ જઈશ અને અનેક વ્યવસ્થાઓનો ભાગ બનીશ .એ સ્વપ્ન લઈ રોજ નવી દુનિયા- નવા રંગ અને જુદા લોકોના સંગ સાથે સફર ચલાવતી રહી જેથી ,

1. હેલ્ધી બીબી કોમ્પિટિશન
2. પ્રિયદર્શની મેરીટ વુમન કોન્ટેસ્ટ
3. એજ્યુકેશન ફેર
4. ડિજિટલ પેરેન્ટિંગ
5. સાઇબર અવેરનેસ અને
6. અ બિગ ડસ્ટબીન
કોમ્પિટિશન
7. ખુશી નો ખજાનો,

જેવા અનેક કાર્યક્રમોમાં લીડરશીપ લઈ સમાજના અનેક પ્રશ્નોના આકર્ષક રીતે જવાબો આપવાની શરૂઆત કરી.
હમ ચલતે ગયે – લોગ મિલતે રહે ઓર કારવા બનતા ગયા.
પંડિત શ્રી રવિશંકર મહારાજ – ગુજરાતીના પાઠ્યપુસ્તક માંથી સીધા મારા મનમાં વસી ગયા- એક થેલો, બે જોડ કપડા ,એક દોરી અને એક પાણીનો લોટો જેટલી સંપત્તિ સાથે અનેક ગામમાં જઈ સાક્ષરતા ફેલાવવાનો ભગીરથ કાર્ય એમણે કર્યા. જેમની પ્રેરણાથી સાયકોલોજી ને એક વિષય નહીં પણ વિશેષ બનાવી સરળતાથી ઘરે ઘરે સમજણ પીરસવાનું કાર્ય ચાલુ કર્યુ. સ્વ- સંસાર સાથે દરેક જગ્યાએ પહોંચવું એ કઠિન કાર્ય હતુ એટલે ,

1. જ્વેલ ઓફ ગુજરાત
2. ગાંધી એક વિચાર
3. હસ્તકલાના કાર્યક્રમો
4. આપણો વારસો

જેવા અનેક કાર્યક્રમોમાં જુદા જુદા મહારથીઓ સાથે જોડાઈને નવું શીખવાનું શરૂ કર્યું.
સતત સમાજ પરિવર્તનના લાવવા ના ભાગમાં રહેવું હોય તો તેનો ભાગ બનીને ચાલતા રહેવું પડે.
અતુલ્ય અભિવાદન સમાજમાં વધી રહેલો આત્મહત્યાનો રોગને નિવારવાનો કાર્યક્રમ ની પહેલ કરી.
સ્વામી વિવેકાનંદ ગુરુની આજ્ઞા મુજબ ઉઠો -જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો વાક્ય સાર્થક કરવા અનેક અડચણો માં પણ અતુલ્ય અભિવાદન કાર્યક્રમ સતત પ્રયત્નો સાથે આગળ ચલાવ્યા કર્યો.
મારૂ એજ્યુકેશન
એમએસસી વેલ્યુ એજ્યુકેશન
સાયકલોજિકલ કાઉન્સિલિંગ
ઈમોશનલ ઇન્ટેલિજન્સ ના જ્ઞાન દ્વારા અંતર મનની વાત સુધી પહોંચવામાં સરળતા રહે .
યુવાધન એ શ્રેષ્ઠ ધન છે આ દેશનું અને તેમના ભવિષ્યના કરિયર માટે લગભગ 1384 એજ્યુકેશન કરિયર ભણી તેમને વ્યવસ્થિત માર્ગદર્શન પીરસી રહી છું.EASY EXAMS, મેમરી રિ- કોલ મેથડ જેવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓના મનના ડર દૂર કરી શકાય એ શિક્ષકોનું વાલીઓને અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું.
બસ એક નાનકડી ખિસકોલી રામસેતુ માં રેત ભરે, તેમજ હું લોકો ની હતાશા માં આશાના રંગ ભરુ છું.

Our Team

+ SKILLS + 

Satisfaction Results


Purvi Bhimani

I have transformed my life and can do the same for you.

I am a master coach and a passionate Career, Psychological and Emotional counselor. I have served 40+ schools, different Corporates & NGOS, and Arranged Seminar’s like “Uday Bharat-Better I-Better India”, “Artificial Intelligence vs Emotional Intelligence”.
I am a certified suicide prevention trainer from emergency department, a certified posh counselor & trainer for sexual harassment, and also an officially appointed counselor at (DEO-Vadodara Jilla).
I have been practicing since 2006 and currently working for Green(Environment) Psychology.
I am honored to be a Chairperson in JCI & JITO Organizations.

Menu